(મોરારજી રણછોડજી દેસાઈ)
29 February 1896 – 10 April 1995
जन्म
मोरारजी देसाई का जन्म 29 फ़रवरी 1896 को गुजरात के भदेली नामक स्थान पर
हुआ था। उनका संबंध एक ब्राह्मण परिवार से था। उनके पिता रणछोड़जी देसाई
भावनगर (सौराष्ट्र) में एक स्कूल अध्यापक थे। वह अवसाद (निराशा एवं
खिन्नता) से ग्रस्त रहते थे, अत: उन्होंने कुएं में कूद कर अपनी इहलीला
समाप्त कर ली। पिता की मृत्यु के तीसरे दिन मोरारजी देसाई की शादी हुई थी।
विद्यार्थी जीवन
मोरारजी देसाई की शिक्षा-दीक्षा मुंबई के एलफिंस्टन कॉलेज में हुई जो उस
समय काफ़ी महंगा और खर्चीला माना जाता था। मुंबई में मोरारजी देसाई
नि:शुल्क आवास गृह में रहे जो गोकुलदास तेजपाल के नाम से प्रसिद्ध था। एक
समय में वहाँ 40 शिक्षार्थी रह सकते थे। विद्यार्थी जीवन में मोरारजी देसाई
औसत बुद्धि के विवेकशील छात्र थे। इन्हें कॉलेज की वाद-विवाद टीम का सचिव
भी बनाया गया था लेकिन स्वयं मोरारजी ने मुश्किल से ही किसी वाद-विवाद
प्रतियोगिता में हिस्सा लिया होगा। मोरारजी देसाई ने अपने कॉलेज जीवन में
ही महात्मा गाँधी, बाल गंगाधर तिलक और अन्य कांग्रेसी नेताओं के संभाषणों
को सुना था।
व्यावसायिक जीवन
मोरारजी देसाई ने मुंबई प्रोविंशल सिविल सर्विस हेतु आवेदन करने का मन
बनाया जहाँ सरकार द्वारा सीधी भर्ती की जाती थी। जुलाई 1917 में उन्होंने
यूनिवर्सिटी ट्रेनिंग कोर्स में प्रविष्टि पाई। यहाँ इन्हें ब्रिटिश
व्यक्तियों की भाँति समान अधिकार एवं सुविधाएं प्राप्त होती रहीं। यहाँ
रहते हुए मोरारजी अफ़सर बन गए। मई 1918 में वह परिवीक्षा पर बतौर उप
ज़िलाधीश अहमदाबाद पहुंचे। उन्होंने चेटफ़ील्ड नामक ब्रिटिश कलेक्टर
(ज़िलाधीश) के अंतर्गत कार्य किया। मोरारजी 11 वर्षों तक अपने रूखे स्वभाव
के कारण विशेष उन्नति नहीं प्राप्त कर सके और कलेक्टर के निजी सहायक पद तह
ही पहुँचे।
राजनीतिक जीवन
मोरारजी देसाई ने 1930 में ब्रिटिश सरकार की नौकरी छोड़ दी और
स्वतंत्रता संग्राम के सिपाही बन गए। 1931 में वह गुजरात प्रदेश की
कांग्रेस कमेटी के सचिव बन गए। उन्होंने अखिल भारतीय युवा कांग्रेस की शाखा
स्थापित की और सरदार पटेल के निर्देश पर उसके अध्यक्ष बन गए। 1932 में
मोरारजी को 2 वर्ष की जेल भुगतनी पड़ी। मोरारजी 1937 तक गुजरात प्रदेश
कांग्रेस कमेटी के सचिव रहे। इसके बाद वह बंबई राज्य के कांग्रेस
मंत्रिमंडल में सम्मिलित हुए। इस दौरान यह माना जाता रहा कि मोरारजी देसाई
के व्यक्तितत्त्व में जटिलताएं हैं। वह स्वयं अपनी बात को ऊपर रखते हैं और
सही मानते हैं। इस कारण लोग इन्हें व्यंग्य से 'सर्वोच्च नेता' कहा करते
थे। मोरारजी को ऐसा कहा जाना पसंद भी आता था। गुजरात के समाचार पत्रों में
प्राय: उनके इस व्यक्तित्व को लेकर व्यंग्य भी प्रकाशित होते थे। कार्टूनों
में इनके चित्र एक लंबी छड़ी के साथ होते थे जिसमें इन्हें गाँधी टोपी भी
पहने हुए दिखाया जाता था। इसमें व्यंग्य यह होता था कि गाँधीजी के
व्यक्तित्व से प्रभावित लेकिन अपनी बात पर अड़े रहने वाले एक ज़िद्दी
व्यक्ति।
स्वतंत्रता संग्राम में भागीदारी के कारण मोरारजी देसाई के कई वर्ष
ज़ेलों में ही गुज़रे। देश की आज़ादी के समय राष्ट्रीय राजनीति में इनका
नाम वज़नदार हो चुका था। लेकिन मोरारजी की प्राथमिक रुचि राज्य की राजनीति
में ही थी। यही कारण है कि 1952 में इन्हें बंबई का मुख्यमंत्री बनाया गया।
इस समय तक गुजरात तथा महाराष्ट्र बंबई प्रोविंस के नाम से जाने जाते थे और
दोनों राज्यों का पृथक गठन नहीं हुआ था। 1967 में इंदिरा गाँधी के
प्रधानमंत्री बनने पर मोरारजी को उप प्रधानमंत्री और गृह मंत्री बनाया गया।
लेकिन वह इस बात को लेकर कुंठित थे कि वरिष्ठ कांग्रेस नेता होने पर भी
उनके बजाय इंदिरा गाँधी को प्रधानमंत्री बनाया गया। यही कारण है कि इंदिरा
गाँधी द्वारा किए जाने वाले क्रांतिकारी उपायों में मोरारजी निरंतर बाधा
डालते रहे। दरअसल जिस समय श्री कामराज ने सिंडीकेट की सलाह पर इंदिरा गाँधी
को प्रधानमंत्री बनाए जाने की घोषणा की थी तब मोरारजी भी प्रधानमंत्री की
दौड़ में शामिल थे। जब वह किसी भी तरह नहीं माने तो पार्टी ने इस मुद्दे पर
चुनाव कराया और इंदिरा गाँधी ने भारी मतांतर से बाज़ी मार ली। इंदिरा
गाँधी ने मोरारजी के अहं की तुष्टि के लिए इन्हें उप प्रधानमंत्री का पद
दिया।
प्रधानमंत्री पद
पण्डित जवाहर लाल नेहरू के समय कांग्रेस में जो अनुशासन था, वह उनकी
मृत्यु के बाद बिखरने लगा। कई सदस्य स्वयं को पार्टी से बड़ा समझते थे।
मोरारजी देसाई भी उनमें से एक थे। श्री लालबहादुर शास्त्री ने कांग्रेस
पार्टी के वफ़ादार सिपाही की भाँति कार्य किया था। उन्होंने पार्टी से कभी
भी किसी पद की मांग नहीं की थी। लेकिन इस मामले में मोरारजी देसाई अपवाद
में रहे। कांग्रेस संगठन के साथ उनके मतभेद जगज़ाहिर थे और देश का
प्रधानमंत्री बनना इनकी प्राथमिकताओं में शामिल था। इंदिरा गांधी ने जब यह
समझ लिया कि मोरारजी देसाई उनके लिए कठिनाइयाँ पैदा कर रहे हैं तो उन्होंने
मोरारजी के पर कतरना आरम्भ कर दिया। इस कारण उनका क्षुब्ध होना स्वाभाविक
था। नवम्बर 1969 में जब कांग्रेस का विभाजन कांग्रेस-आर और कांग्रेस-ओ के
रूप में हुआ तो मोरारजी देसाई इंदिरा गांधी की कांग्रेस-आई के बजाए
सिंडीकेट के कांग्रेस-ओ में चले गए। फिर 1975 में वह जनता पार्टी में शामिल
हो गए। मार्च 1977 में जब लोकसभा के चुनाव हुए तो जनता पार्टी को स्पष्ट
बहुमत प्राप्त हो गया। परन्तु यहाँ पर भी प्रधानमंत्री पद के दो अन्य
दावेदार उपस्थित थे-चौधरी चरण सिंह और जगजीवन राम। लेकिन जयप्रकाश नारायण
जो स्वयं कभी कांग्रेसी हुआ करते थे, उन्होंने किंग मेकर की अपनी स्थिति का
लाभ उठाते हुए मोरारजी देसाई का समर्थन किया।
इसके बाद 23 मार्च, 1977 को 81 वर्ष की अवस्था में मोरारजी देसाई ने
भारतीय प्रधानमंत्री का दायित्व ग्रहण किया। इनके प्रधानमंत्रित्व के
आरम्भिक काल में, देश के जिन नौ राज्यों में कांग्रेस का शासन था, वहाँ की
सरकारों को भंग कर दिया गया और राज्यों में नए चुनाव कराये जाने की घोषणा
भी करा दी गई। यह अलोकतांत्रिक और असंवैधानिक कार्य था। जनता पार्टी,
इंदिरा गांधी और उनकी समर्थित कांग्रेस का देश से सफ़ाया करने को कृतसंकल्प
नज़र आई। लेकिन इस कृत्य को बुद्धिजीवियों द्वारा सराहना प्राप्त नहीं
हुई।
ડેપ્યુટી કલેક્ટર તરીકે મોરારજી દેસાઈ:-
દેશના પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે. ફેબ્રુઆરી મહિનામાં ૨૯મી તારીખ ચાર વર્ષે એક જ વખત આવે છે. દેશના સ્વચ્છ, પ્રામાણિક અને સિદ્ધાંત માટે કદીયે બાંધછોડ નહીં કરનાર મોરારજીભાઈની દેશ અને ગુજરાતે જે કદર કરવી જોઈએ તેવી કદર કરી નથી. દેશની રાજનીતિમાં સાચાને સાચા અને ખોટાને ખોટા કહી દેનાર મોરારજી દેસાઈ ગંદી રાજરમતોથી જોજનો દૂર હતા. તેઓ ચુસ્ત કોંગ્રેસી હતા, પરંતુ ૮૨ વર્ષની વયે બિનકોંગ્રેસી સરકારના વડા પ્રધાન થવાનું તેમના નસીબમાં આવ્યું. તે વિધિની વક્રતા હતી. તેમના અલ્પ શાસન દરમિયાન નાણાકીય શિસ્ત અને ફુગાવાને કાબૂમાં લાવવાના કૌશલ્ય બદલ દેશના અર્થશાસ્ત્રીઓ આજે પણ તેમને યાદ કરે છે.
ઉગ્ર સ્વભાવ:-
મોરારજી દેસાઈનો જન્મ તા. ૨૯મી ફેબ્રુઆરી, ૧૮૯૬ના રોજ વલસાડ જિલ્લાના ભદેલી ગામે થયો હતો. તેઓ સ્વતંત્ર અને સહેજ ઉગ્ર સ્વભાવના અનાવિલ બ્રાહ્મણ હતા. તેમના પિતા શિક્ષક હતા અને વિદ્યાર્થી મોરારજીને ભાવનગર સ્ટેટ તરફથી રૂ. ૧૦ની સ્કોલરશિપ મળતી. એ ઉપરાંત ટયૂશન કરીને તેઓ જે પૈસા વધે તે તેમની બાને મોકલાવતા. ભણ્યા વલસાડની શાળામાં, પણ મેટ્રિકની પરીક્ષા તેમણે અમદાવાદમાં આપી હતી. મુંબઈની વિલ્સન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ લઈ ૧૯૧૮માં બ્રિટિશ રાજ હેઠળ સરકારી નોકરી કરી. ૧૯૧૯માં તેઓ ખેડા જિલ્લામાં પ્રાંત ઓફિસર નીમાયા. તે પછી પ્રાંતિજ તાલુકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે નીમાયા. મોરારજી દેસાઈનો મુકામ તલોદ મુકામે હતો. એ વખતના અંગ્રેજ કલેક્ટર મિ. ચેટફિલ્ડ ત્યાંથી છ માઈલ દૂર પડાવ નાખીને બેઠા હતા. અંગ્રેજ કલેક્ટર તલોદ આવ્યા અને સ્થાનિક લોકો તેમને મળવા ગયા. કલેક્ટર ગુજરાતી સમજતા નહોતા અને ગામના લોકો અંગ્રેજી જાણતા નહોતા. ડેપ્યુટી કલેક્ટર મોરારજીભાઈએ બંને વચ્ચે સેતુ બનવા પ્રયાસ કર્યો. કલેક્ટરે મોરારજીભાઈને વચ્ચે બોલવા ના પાડી. મોરારજી દેસાઈએ કલેક્ટરને કહ્યું : “મારી જરૂર ના હોય તો હું મારા મુકામ પર જઉં છું”, એમ કહી મોરારજીભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર બાદ કલેક્ટર ખુદ મોરારજી દેસાઈને મળવા તેમના તંબુ પર ગયા. મોરારજી દેસાઈનો સ્વભાવ ઉગ્ર અને સંવેદનશીલ હતો. અંગ્રેજ કલેક્ટરે હસીને કહ્યું : “યંગમેન ! ફરગેટ ધીસ. આઈ ડીડ નોટ ટેઈક ઈટ ઈલ.”
ડીએસપીનો જવાબ
મોરારજી દેસાઈની ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી ભરૂચ થઈ. એ વખતે ડીએસપીઓની બદલી થતાં ઝિયામુદ્દીન અહેમદ નામના એક પંજાબી મહાશય ભરૂચના ડીએસપી તરીકે આવ્યા. એ વખતે પણ આઈસીએસ (હાલના આઈ.એ.એસ.) અને આઈ.પી.એસ. અધિકારીઓ વચ્ચે એકબીજાને ઊતરતા ગણવાની માનસિકતા હતી. રિવાજ એવો હતો કે, નવો અધિકારી આવ્યો હોય તો જૂના અધિકારીને કોલ કરે એટલે કે મળવા જાય. તે પછી જૂનો ઓફિસર નવા ઓફિસરને સામો કોલ કરે. મોરારજી દેસાઈએ પહેલાંથી જ નક્કી કરી નાખ્યું હતું કે, જ્યાં સમાન ધોરણે સંબંધો બાંધી શકાતા ના હોય ત્યાં સામાજિક સંબંધો રાખવા નહીં. તેથી ભરૂચના નવા આવેલા ડીએસપી ઝિયામુદ્દીન અહેમદને બે-ત્રણ મહિના સુધી તેઓ મળ્યા જ નહીં. એક લગ્ન સમારંભમાં બેઉ એકબીજાને મળી ગયા. ડીએસપીએ મોરારજીને ટકોર કરી : “તમે મને મળવા કેમ ના આવ્યા ?”
મોરારજી દેસાઈએ કહ્યું : “તમે નવા આવ્યા છો એટલે તમારે મને મળવા આવવું જોઈએ.”
ડીએસપીને આ વાત ગમી નહીં. એક દિવસ અંગ્રેજ કલેક્ટર મિ. કોવાન રજા પર જતાં તેમના માનમાં ચા-પાણીનો મેળાવડો રાખવામાં આવ્યો હતો. મેળાવડામાં એક જ ટેબલ પર ડીએસપી ઝિયામુદ્દીન અહેમદ અને ડેપ્યુટી કલેક્ટર મોરારજી દેસાઈ બેઠેલા હતા. ડીએસપી મોરારજી દેસાઈને આડકતરી રીતે કહેવા લાગ્યા : “પોલીસની સત્તા ઘણી બહોળી હોય છે.” મોરારજી દેસાઈને ખ્યાલ આવી ગયો કે, ડીએસપી ધમકી આપી રહ્યા છે. તેઓ ડેપ્યુટી કલેક્ટર હોવાની રૂએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ હતા. તેમણે તરત જ જવાબ આપ્યો : “પોલીસ કરતાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સત્તા વધારે બહોળી છે. પોલીસ શક પરથી કોઈને પકડી શકે છે, પરંતુ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની રજા સિવાય કોઈ ૨૪ કલાકથી વધુ તેને કસ્ટડીમાં રાખી શકે નહીં. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેનો ખુલાસો પણ માગી શકે છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે ગુનેગારને બે વર્ષની સજા કરવાનો અધિકાર પણ હોય છે.”
ડીએસપીએ કહ્યું : “વેલ યંગમેન ! યુ વીલ કુલ ડાઉન ઈન કોર્સ ઓફ ટાઈમ.”
મોરારજી દેસાઈ ડેપ્યુટી કલેક્ટરની રૂએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પણ હતા. તેમણે કહ્યું : “મારે ઠંડા થઈ જવું પડે એવી કોઈ જરૂર ઊભી થવાની નથી. મને દર મહિને ૫૦ રૂપિયાનો પગાર મળે છે તેમાંથી હું મારું કુટુંબ નિભાવી શકું છું.”
ડીએસપી યુવાન મોરારજી દેસાઈના મિજાજને પારખી ગયા અને એકાએક મીઠાશથી વાત કરવા લાગ્યા.
નાટક કંપની
મોરારજી દેસાઈની ભરૂચથી પંચમહાલમાં બદલી થઈ. ગોધરામાં એક નાટક કંપની નાટક કરવા માગતી હતી. તેની પરવાનગી માટે મેનેજર આવ્યા. જે દિવસે નાટક ભજવવાનું હતું તે જ દિવસે તેઓ આવ્યા હતા. મોરારજી દેસાઈએ કહ્યું : “મેં નાટક જોયું નથી, વાંચ્યું નથી. તેમાં કાંઈ વાંધાજનક છે કે નહીં તેની મને ખબર નથી તેથી અત્યારે પરવાનગી આપવી ઉચિત નથી.”
મેનેજરે કહ્યું : “મારી કંપનીને નુકસાન જશે.”
મોરારજી દેસાઈએ વચલો રસ્તો કાઢતાં કહ્યું : “હું તમને નાટકની પરવાનગી આપું છું, પણ એ શરતે કે હું નાટક જોવા આવીશ અને મને કાંઈ વાંધાજનક લાગશે તો તે ક્ષણે જ નાટક બંધ કરવું પડશે.” મેનેજરે એ વાત સ્વીકારી અને રાત્રે મોરારજી દેસાઈ નાટક જોવા ગયા. તેમણે જોયું તો આગલી હરોળમાં પોલીસ ઇન્સ્પેક્ટર, ફોજદાર અને બીજા પોલીસવાળા મફતમાં બેસી ગયા હતા. મેનેજરે પણ પોલીસની જોહુકમીની ફરિયાદ કરી. મોરારજી દેસાઈએ બધાં જ પોલીસ અધિકારીઓને બહાર બોલાવી તતડાવ્યા : “આવી ગેરવર્તણૂકનો મને પહેલાં જ અનુભવ છે. તેથી આજે હું કોઈ પગલાં લેતો નથી. ભવિષ્યમાં ટિકિટ લીધા વગર બેસશો તો હું પગલાં લઈશ.”
એ દિવસ પછી પોલીસે મફતમાં નાટક જોવાનું બંધ કરી દીધું.
ગોધરામાં તોફાનો :-
એ સમયે ગોધરામાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે કોણી વૈમનસ્ય હતું. નાની નાની બાબતોમાં ઝઘડા થતાં. ડેપ્યુટી કલેક્ટર તરીકે મોરારજી દેસાઈએ ઘોડા પર બેસી એક સ્થળેથી બીજા સ્થળે જવું પડતું. ૧૯૨૭-૨૮માં ગોધરામાં ગણપતિ મહોત્સવ નિમિત્તે એક સરઘસ નીકળ્યું અને સરઘસ વિખેરાવાના સમયે કોમી તોફાન થયું. એ વખતે મોરારજી દેસાઈ ડેપ્યુટી કલેક્ટર હતા અને મિ. હાર્ટશોન કલેક્ટર હતા. કલેક્ટર વિચિત્ર માણસ હતા. કલેક્ટરનું વલણ ભેદભાવભર્યું હતું. કલેક્ટરને મોરારજી દેસાઈ ગમતા નહોતા, કારણ કે કલેક્ટર પહેલી જ વાર ગોધરા આવ્યા ત્યારે મોરારજી દેસાઈને તેમનો સામાન ઉતારીને બંગલે પહોંચાડવાનું કામ સોંપ્યું હતું. મોરારજી દેસાઈએ એ કામ તો કરી દીધું, પણ એ સામાન ખસેડવાનું જે ખર્ચ આવ્યું તેનું બિલ અંગ્રેજ કલેક્ટરને મોકલી આપ્યું હતું. એનો બદલો લેવા માટે અંગ્રેજ કલેક્ટર ગોખરાનાં કોમી હુલ્લડમાં મોરારજી દેસાઈને ફસાવી દેવા માગતા હતા. કલેક્ટરે મોરારજી દેસાઈના રોલ અંગે કમિશનરને તપાસ સોંપી. ગોધરાનાં કોમી હુલ્લડ અંગે અંગ્રેજ કલેક્ટરે તપાસ માગતા મોરારજી દેસાઈએ ઊલટાનો કલેક્ટરે કરેલો પક્ષપાત ઉઘાડો પાડયો. મોરારજી દેસાઈએ તપાસ કમિશનરને જણાવ્યું કે, “અત્યાર સુધીમાં મેં મારા કામમાં કોમી પક્ષપાત જ નહીં પણ બીજો કોઈપણ પક્ષપાત પણ રાખ્યો હોય તો મને સજા કરજો. હું સ્વીકારી લઈશ.”
કમિશનરે કહ્યું : “તમારી વાત સાચી છે. તમારી વાતથી મને સંતોષ છે”, પરંતુ એ જ તપાસ કમિશનરે સરકારમાં જુદો જ રિપોર્ટ કર્યો. માર્ચ, ૧૯૩૦માં સરકાર તરફથી તેમને તપાસનો ચુકાદો મળ્યો અને તેમાં કોમી તોફાનો દરમિયાન મોરારજી દેસાઈને હિન્દુઓ તરફી પક્ષપાતી ગણવામાં આવ્યા. તેમને દોષનાં કારણો જણાવવામાં ના આવ્યાં, પરંતુ પાછલા ૧૨ વર્ષની કારકિર્દીને લક્ષ્યમાં રાખી તેમની સામે પગલાં ભરવાં ઉચિત નથી એમ જણાવવામાં આવ્યું. અંગ્રેજ સરકારે મોરારજી દેસાઈને સિનિયોરિટીમાંથી ચાર પાયરી નીચે ઉતારવાની સજા કરી.
ગોરા કલેક્ટરે પોતાની પ્રતિષ્ઠા જાળવવા આ ખોટો ચુકાદો આપ્યો. સરકારનો ફેંસલો આવ્યા બાદ એક ક્ષણની પણ રાહ જોયા વિના મોરારજી દેસાઈએ ૧૯મી મે, ૧૯૩૦ના રોજ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. એ પછી કદી નોકરી ના કરવાનો અને સમાજસેવા માટે જીવન ખર્ચી નાખવાનો નિર્ણય કર્યો. તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા અને ગાંધીજી-સરદારના ચુસ્ત ટેકેદાર બની ગયા. એક દિવસ તેઓ ભારતના વડા પ્રધાન પણ બન્યા. ગોધરામાં કોમી તોફાન થયું ના હોત તો તેઓ જાહેર જીવનમાં કદી આવત નહીં.
(Note:- This Artical is only for Master of Social Work college's students study purpose )
(Note:- This Artical is only for Master of Social Work college's students study purpose )
No comments:
Post a Comment