Monday, 27 February 2012

ગોધરાથી સરદારપુરા સુધી સળગેલી ગાડી અને ગાંડપણની રાખ

બરાબર દસ વર્ષ પહેલાં, ૨૭ ફેબુ્રઆરી ૨૦૦૨માં સાબરમતી એકસપ્રેસમાં ખેંચાયેલી ચેઈન આજે કંઈકના ગળામાં આભૂષણ તો કંઈકના હાથ - પગમાં સાંકળ બની ગઈ છે. ગોધરા પાસે ડબ્બામાં સળગેલા ૫૮ કારસેવકો અને પછીના રમખાણમાં મરેલા ૨૫૪ હિન્દુઓ (જી હા, જે વાતને સગવડતાપૂર્વક ભૂલી જવામાં આવે છે, એ સત્ય છે કે, ૧૯૮૪ની વનવે કત્લેઆમ દિલ્હીમાં થઈ, એવું ગુજરાતમાં નથી થયું. લાશો બે ય પક્ષે પડી જ છે!)ને બચાવવા અયોઘ્યાથી ભગવાન રામ આવ્યા નહોતા. ૭૯૦ મુસ્લીમો રમખાણોમાં માર્યા ગયા અને ૨૯૮ દરગાહ, ૨૦૫ મસ્જીદો તબાહ થઈ ૮૧૭ મંદિર, ત્રણ ચર્ચ પણ ખરા!) એને બચાવવા કોઈ મદીનાવાસી મોહમ્મદસાહેબ આવ્યા નહોતા.
અહીં દરેક માણસ કોઈને કોઈ રંગે રંગાઈને પોતાનું સગવડિયું સત્ય શોધી લેશે. ગોધરાકાંડના નામે ઓળખાતા કોમી રમખાણોને પ્રીપ્લાન્ડ જેનોસાઈડ (પૂર્વયોજીત કત્લેઆમ) કહેતા સેન્ટી સેકયુલર દોસ્તો કદી ખુલાસો તો શું, ઉલ્લેખ પણ નહિ કરે કે એપ્રિલ સુધી ચાલેલા પોલિસ ગોળીબારમાં ૧૭૦ લાશો ઢળી પડી એમાં ૯૩ મુસ્લીમોની અને ૭૭ હિન્દુઓની હતી! 



 
 એ વાતની કદી બહારથી સેન્ટી અને અંદરથી મેન્ટલ એવા ઘણાખરા બનાવટી (કે બેધકૂક્‌) સેક્યુલર દોસ્તો હંમેશા પહેલા અગાઉથી પોતાનો આરોપીને અપરાધી ઠેરવી દેવાનો ચૂકાદો ઠેરવીને પછી એના સમર્થનની દલીલો જ શોધવાની સરમુખત્યારી કરતા હોય છે. માટે આવા સવાલો પૂછવાની મનાઈ છે. એ બધા એવી સામૂહિક કાગારોળ કરે છે કે, અમે તો ચોક્કસ વ્યક્તિની વાત કરીએ છીએ, એને આખા ગુજરાત સાથે કેમ જોડી દેવામાં આવે છે?
વાવો તેવું લણો, સાહેબો. જેટલું આ ન્યાયસત્ય ત્રાસવાદ કે હુલ્લડો કરનારાઓને લાગુ પડે છે, એટલું જ માનવતાવાદને બદલે સિલેક્ટિવ મેમરીનો બાયસ રાખી સહાનુભૂતિ - ટીકા કરનારા બિનસાંપ્રદાયિક હોવાનો દેખાવ કરતા (અને ખરેખર કોઈને કોઈ વર્ગવિશેષ તરફ જ અઢળક ઢળેલા રહેતા) બુઘ્ધિ જીવીઓને પણ લાગુ પડે છે. એમણે જ શરૂઆતમાં ‘ગુજરાતને અન્યાયબોધ નથી. ગુજરાતી પ્રજા કોમવાદી હંિસક છે. ગુજરાતી મતદારોને અક્કલ નથી. ગુજરાતમાં તો શ્વાસ લઈ શકાય એમ નથી.’ એવું રીડિયારમણ મચાવ્યું હતું. (કાશ્મીરી પંડિતોના મામલે ઉંહકારો ય કર્યો નહોતો!) કરોડો ગુજરાતી નાગરિકોમાંના અમુક હજાર હથિયારો લઈ અમુક જ વિસ્તારોમાં હુલ્લડખોર) કરવા નીકળે, એમાં એને સમર્થન ન આપનારા કે પોતાનું ચાલે ત્યાં મદદ કરનારા / પ્રતિકાર કરનારા ગુજરાતીઓને પણ લોહીતરસ્યા વેમ્પાયર જેવા ચીતરવા જાવ, તો પછી હાથના કર્યા હૈયે વાગવાના જ છે! તંત્ર, ગામેગામના સેંકડો સ્થાનિક આગેવાન/ અધિકારીઓની બેદરકારી અને બેજવાબદારી પણ ગુજરાતમાં કાબૂ બહાર ગયેલા રમખાણો પાછળ હતી. નબળી બાબતોનો બધો જ અપજશ એક જ નામની માથે નાખવા જવામાં આ ‘બુઘ્ઘુ’ બૌઘ્ધિકો ભૂલી ગયા કે, પછી સબળી વાતોનો તમામ જશ પણ એ જ નામના ખાતે પાછળથી જમા થશે, અને પોતે બેવકૂફની જેમ સામે ચાલીનેકોઈનું જડબેસલાક ઈન્ટરનેશનલ બ્રાન્ડંિગ કરી રહ્યાં છે!


ગોધરા ટ્રેન આગ અને સામુદાયિક હત્યાકાંડ કે ગુજરાત, જે નિર્દોષ જીવન હજારો મેળવો પછી ની 10 મી વર્ષગાંઠ ચિહ્નિત કરે છે. બધા પરિબળો છે કે આધુનિક ભારત બિનસાંપ્રદાયિક, લોકશાહી સંસ્થાઓ ની નબળાઈ, આ દાયકા પર અસર કરે પૈકીન્યાય પહોંચ અમારી સિસ્ટમ ગંભીર મર્યાદાઓ પ્રકાશિત કરે છે. આ એક મુખ્ય yardsticks કે આધુનિક રિપબ્લિક ઓફ અક્ષર પગલાં છે. આ ગણતરી પર, ભારત પોતે ગેરહાજર શોધે છે. આ છે, કમનસીબે માત્ર ગુજરાતમાં કોમી નરસંહાર ભોગ મર્યાદિત નથી, પરંતુ અન્ય carnages ના પીડિતો તેમજ પ્લેગ ચાલુ રહે છે. જૂની કહેવત 'ન્યાય વિલંબિત ન્યાય છે નકારી' શું ગુજરાત નરસંહાર આડેધડ ભોગ માટે થાય છે તેના કરતાં વધુ કરૂણ સ્વરૂપ શોધી શકો છો.ન્યાય બોલ અમને સર્વોચ્ચ અદાલત (25 જાન્યુઆરી, 2012) ની તાજેતરની ઓર્ડર ઓક્ટોબર 2002 અને ડિસેમ્બર 2006 વચ્ચે ગુજરાત એક નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજ માટે પોલીસ દ્વારા તમામ ન્યાયની દૃષ્ટિએ અનધિકૃત (એન્કાઉન્ટર) હત્યા ની પૂછપરછ entrusting હોવા છતાં છટકી જવું ચાલુ રહે છે. અપરાધિક ન્યાય વ્યવસ્થા ની વિધ્વંસ ના ખર્ચ જવાબમાં, ઉચ્ચ ન્યાયતંત્ર અગાઉના રાજ્ય બહાર હતી તોફાન કેસો ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો, ગુજરાત પોલીસ, ખાસ તપાસ ટીમ નિમણૂક (બેસવાનો) દ્વારા 2000 થી વધુ બંધ કેસ ફરી ખોલવાનો માટે સામૂહિક હત્યાનો નવ મુખ્ય બનાવો reinvestigate અને સીબીઆઇ દિગ્દર્શન માટે અમુક ચોક્કસ ફરિયાદો અને નકલી સામનો તપાસ. ઘણી બધી અટકળો છે સીબીઆઇ બંધ કરીને ન્યાયતંત્ર રજૂ અહેવાલ દ્વારા પેદા થયેલ છે. એક બાજુ, ત્યાં સામેલગીરી ગંભીર આરોપો છે અને બીજા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પર દાવો કર્યો હતો કે આ ન્યાય બોલ subverting માં તેમના વહીવટ ભૂમિકા 'exonerates'. આ અહેવાલ હજી સુધી આવે સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ બધા તેમછતાં, હકીકત એ છે કે રહે ન્યાય બોલ અમને હંફાવવું ચાલુ રહે છે.

 ભારતમાં રોજ સવારે ઉઠીને કરોડો નાગરિકો હિન્દુ- મુસ્લીમ થઇ જાય છે! બહાર એકબીજાથી પોતાને ઉંચા સિદ્ધ કરવાના સુપિરિયોરિટી કોમ્પ્લેકસ અને અંદરખાનેથી એકબીજાથી ડર્યા કરવાના ઇન્ફિરિયાટી કોમ્પ્લેકસથી પીડાતા રહે છે. રાજકારણીઓને આ વાતની ખબર પડી ગઇ છે. અને રાજકારણી એટલે માત્ર ચૂંટણી લડનારા પક્ષો જ નહંિ. આગળ વધેલા ૧૦૦માંથી ૯૦ નાગરિકો ધંધાથી ધર્મ સુધીના ક્ષેત્રોમાં અહીં છૂપા રાજકારણી છે. દંભી અને અપારદર્શક છે. ન તો દિલથી ભેટે છે, ન તો કલેજાથી ઝગડે છે. બસ, સવાલને ઉકેલવાને બદલે પોતાના ડાઇનંિગ ટેબલની જાજમ નીચે સડવા માટે દાબી રાખે છે! ગાંધીજી જેવા પણ જે અવિશ્વાસને ઓગાળવા જતાં શ્વાસ ખોઇ બેઠા, ત્યાં સાચી વાત કહેનારાને ક્રોસ પર ખીલા ઠોકી દેવા પ્રજા તત્પર બેઠી હોય છે.
પછી મુસ્લીમો કહે હિન્દુઓની આસ્થા સામે અમને કયાં વાંધો છે, હિન્દુઓ કહે અરે, ઇસ્લામની ફેઇથનો અમે કયાં વિરોધ કરીએ છીએ? અરે, વાત જ વાંધાજનક છે. પોતાની આસ્થા, શ્રદ્ધા, ફેઇથ માણસનો અંગત મામલો છે. એનું ન જાહેર પ્રદર્શન હોય, ન વ્યકિતગત જજમેન્ટ હોય! તમે ય સાચા ધાર્મિક થાવ, ને અમે ય સાચા ધાર્મિક થઇએ- એ તો જૂઠને પંપાળવાનો પલાયનવાદ છે. તમે ગીતા ગોખો, અમે શરિયત ગોખીએ. પણ સમજશું કેટલા? તમે ય થોડા વૈશ્વિક, આઘુનિક થાવ અને અમે ય થોડા વૈશ્વિક, આઘુનિક બનીએ- આ સાબરમતીના ડબ્બાથી નરોડા-પાટિયા સુધી જાન ગુમાવી ચૂકેલા સેંકડો નિર્દોષોના કરપીણ મોતનું સાચું તર્પણ છે!
ગોધરાનો ડબ્બો બળ્યા પછી જે થયું, એ ખોટું થયું. હાફિઝ સૈયદ જેવાની દાઢીનો એક વાળ વાંકો ન કરનારા સોફટ ટાર્ગેટ જેવા ગરીબ મજદૂર મુસ્લીમો પર ટોળું જમાવીને તૂટી પડે આમાં તો બાળવાર્તાનો બદલો ય નથી. માત્ર અગાઉ અમે માર ખાધો, તો હવે તમને સ્વાદ ચખાડીએ નું ‘જાડા નરને જોઇને શૂળીએ ચડાવી દેવાનું ફ્રસ્ટ્રેશન છે. પોતાને પરમ તત્વમાં માનતો હોવાનું કહેનાર કોઇપણનો કોઇ નિર્દોષ ઇન્સાનનો ઠંડા કલેજે જાન લઇ લેવાનો જીવ જ કેમ ચાલે? સૌમ્ય સાચું જ કહે છે, આ તો કૂતરાથી યે બદતર એવી માણસની જાત છે!
પણ ભારતનું એક રસપ્રદ ફેબ્રિક છે. જે કટ્ટરતાને પોતાનામાં ઓગાળી શકે છે, સમન્વય સાધી શકે છે. અંતે તો ગાંધીજીની સદ્દભાવનાનો પાઠ જ ફરજિયાત ભણવો પડે છે. ગુજરાતના ગુણ-દોષ એકબીજાથી સ્વતંત્ર જોખતા શીખીએ, તો મુખ્યમંત્રીના માર્કસ જેમ ગોધરાકાંડ કે પોલિસતંત્ર, કાયદો- વ્યવસ્થાની ઢીલાશ બાબતે કપાઇ જાય, એમ અમુક ક્ષેત્રો, મૂડીરોકાણમાં વિકાસ, પછીથી અક્ષરધામથી ગાયો માટે જુહાપુરાની કતલ સુધીની ઘટના સુધી ન જોખમાતા કોમી એખલાસ, મોડર્ન ફન્ડાથી નેવરબિફોર માર્કેટંિગ, વાનરવેડા કરતી હિન્દુવાદી સંસ્થાઓની અવળચંડાઇ અને ઉશ્કેરણી પર કડક અને કાયમી લગામ, થોડા ઘણા ઇન્ફ્રાસ્ટ્રકચરના સુધારા અને રાજકીય તુષ્ટિકરણને બદલે વિકાસલક્ષી વાર્તાલાપને વળગી રહેવા માટે અપાઇ પણ જાય. કોઇપણ સમાજ સતત એક જ ઘટના કે કાળખંડને વળગીને વિકસી ન શકે. નવું સ્વીકારવા માટે જૂનું છોડવું પડે.
હા, અદાલતી ન્યાય નિષ્પક્ષ અને ઝડપી જ હોવા જોઇએ અને ગોધરાનો ?

 [ Sourse:- GUJARAT SAMACHAR & HINDUSTAN TIMES]

(Note:- This Artical is only for Master of Social Work college's students study purpose )

No comments:

Post a Comment