Monday, 9 April 2012







           કેળવણીના માપદંડ: શિક્ષકની લાયકાત કેવી હોય?










કોઈ વ્યક્તિ રાતોરાત શિક્ષક નથી બની જતો. એક સારા શિક્ષક બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ તેને માટે સૌથી જરૂરી એ છે કે ખુદ તેનું શિક્ષણ સારી રીતે થયું હોય.

ખામી ભરેલી નીતિઓને થીંગડાં મારી-મારીને કામ ચલાવવાને બદલે આપણી દ્રષ્ટિનો વ્યાપ વિસ્તૃત કરવાની જરૂર છે તો જ આપણે એક દેશના સ્વરૂપમાં એ મુકામે પહોંચી શકીશું, જ્યાં આપણે પહોંચવા માટે લાયક છીએ.

તાજેતરમાં જ એક સમાચાર પર ઘણા ઓછા લોકોનું ધ્યાન ગયું, જ્યારે ભારતના શૈક્ષણિક ભવિષ્યમાં રસ દેખાડનાર દરેક વ્યક્તિને તેમાં રસ હોવો જોઈએ. માનવ સંસાધન વિકાસમંત્રીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે દેશમાં પાંચ લાખ કરતાં પણ વધુ ‘શિક્ષક’ નોકરી શોધી રહ્યાં છે. આ વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો કે સરકારમાં રહેલાં આપણા સત્તાધીશો શું ક્યારેય કોઈ વાત કહેતાં પહેલાં તેનો શો અર્થ નીકળશે તે અંગે વિચારે છે કે નહીં ? દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે વિચાર કરીએ. તેમાંથી કેટલા શિક્ષકો એવા છે જેમને આપણા બાળકને ભણાવવાની જવાબદારી આપવાનું વિચારીશું? શું તેમની સાથે કોઈ અસરકારક ચર્ચા-વિચારણા થઈ શકે એમ છે? શું તેઓ ગુણવત્તાવાળા માપદંડો અનુરૂપ શિક્ષિત છે ખરા? શું તેઓ એવી કોઈ વસ્તુ કરી શકે છે, જેના પર તમે ગર્વ કરી શકો? જે વ્યક્તિ ખુદ કોઈ વસ્તુમાં સિદ્ધહસ્ત ન હોય, તે તમારાં બાળકોને કેવી રીતે ભણાવી શકે છે? 

અહીં કેટલીક વિશેષ સ્કૂલોની વાત નથી કરતા. અમેરિકામાં બ્લૂ રબિન સ્કૂલ હોય છે, જે આપણા દેશની જેમ જ સરકારી શાળાઓ છે, જેમાં નાનાં બાળકો મફતમાં પ્રાથમિક શિક્ષણ મેળવે છે, પરંતુ આ શાળાઓમાંથી ક્યારેક હાવર્ડમાં પીએચડી કરનારો કોઈ શિક્ષક પણ પેદા થઈ શકે છે. તેનાથી વપિરીત ભારતના ગામડાની સરકારી શાળાઓ વધુમાં વધુ એ વાત પર જ ગર્વ કરી શકે છે કે તેમની પાસે દરેક ધોરણ માટે એક અલગ રૂમ છે. સામાન્ય રીતે તો ભારતીય ગ્રામીણ શાળાઓમાં એક જ રૂમમાં ચાર ધોરણો ચાલતાં હોય છે. ભણવા માટે એટલાં બાળકો આવતાં નથી કે એકથી વધુ શિક્ષક રાખવામાં આવે. આપણા પ્રાથમિક શિક્ષકોનું સ્તર સામાન્ય રીતે એટલું જ હોય છે કે તેઓ આ દરજજાના વિદ્યાર્થીઓને કંઈક ભણાવી શકે, પરંતુ તેઓ પોતાની આજુબાજુની દુનિયા અંગે વધુ માહિતગાર હોતા નથી. તેઓ સારી રીતે પોતાના વિચાર પણ રજુ કરી શકતા નથી. તેઓ દેશના સાક્ષરતા અભિયાનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ વાસ્તવિક શિક્ષણ અને સાક્ષરતા બે જુદી-જુદી બાબતો છે. 

એક વખત એક મોટા ઔધ્યોગિકગૃહ દ્વારા સંચાલિત એક શાળામાં ગયો ત્યાં મેં જોયું કે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને એક શિક્ષિકા શીખવાડી રહી હતી કે અક્ષર ‘કયુ’નો ઉચ્ચે ‘કવે’ની જેમ કરવામાં આવે છે. મને બાળકોને સમજાવામાં થોડો સમય લાગ્યો કે ‘કયુ’નું ઉચ્ચારણ ‘કયુ’ની જેમ જ કરવું જોઈએ, ‘કવે’ તરીકે નહીં. આ પાયાની ભૂલ માટે કોણ જવાબદાર છે? શું એ શિક્ષિકા, જેણે બાળકોને ખોટું ઉચ્ચારણ શિખવાડ્યું હતું? હવે, બાકીના અક્ષરોનું ઉચ્ચારણ તે કેવું કરતી હશે અને તેણે બાળકોને શું શિખવાડ્યું હશે એ તો ભગવાન જાણે. જાણવા જેવી વાત એ છે કે એ શિક્ષિકાની વાતોને ગામના લોકો સત્ય માનતા હતા, કેમકે એ ગામમાં તે એકમાત્ર સૌથી વધુ ‘શિક્ષિત’ મહિલા હતી. 

આપણા શિક્ષણનો પાયો આજે આવો છે. હવે કલ્પના કરો કે જો આપણે આવા વધુ પાંચ લાખ શિક્ષકોની નિમણુંક કરી દઈએ, જેમની પાસે બાળકોને ભણાવવાની ‘પાત્રતા’ છે, તો આપણા શિક્ષણનું સ્તર કેવું રહેશે. શું એ વાતની કોઈ શક્યતા ખરી કે પાંચ લાખથી વધુ આ સંભવિત શિક્ષકો વર્તમાન શિક્ષકો કરતાં વધુ લાયક છે? કે પછી તેમની લાયકાત પેલા વિદ્યાર્થીઓ કરતાં પણ ઓછી છે, જેમને ભણાવવા અને શિક્ષિત કરવા માટે તેમને લાયક સમજવામાં આવી રહ્યાં છે? 

કોઈ પણ વ્યક્તિ રાતોરાત શિક્ષક નથી બની જતો. આ એક વર્ષોની પ્રક્રિયા હોય છે. એક સારા શિક્ષક બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ તેને માટે સૌથી જરૂરી એ છે કે ખુદ તેનું શિક્ષણ સારી રીતે થયું હોય. જો આપણે ૬૫ વર્ષોમાં સારા શિક્ષક તૈયાર કરી શક્યા નથી તો શું ગેરન્ટી છે કે આવનારા વર્ષોમાં પણ આપણે આવું કરી શકીશું? ભારતે સૌથી પહેલાં એ બાબતો પર ચર્ચા-વિચારણા કરવી જોઈએ જેની તાતી જરૂર છે, પરંતુ થાય છે તેનાથી તદ્દન ઊલટું. આપણા સત્તાધીશો દ્વારા જે પ્રકારના અંગત સ્વાર્થભરેલા નિર્ણયો લેવામાં આવે છે, તેનાથી આ નિર્ણયો લોકહિતના મુદ્દે એક જાહેર ચર્ચા-વિચારણાનો મુદ્દો બની શકતો નથી. 

સમસ્યાને વેબસાઈટ પર નાખી દેવાથી કશું થવાનું નથી. તેનાથી તો નીતિ ઘડતરની પ્રણાલી ‘લોકહિત’થી વધુ દૂર થઈ જશે. હકીકતમાં આપણને એવી એક કેડરની જરૂર છે, જે આવતીકાલને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી શકે. નીતિઓને જાહેર ચર્ચા-વિચારણામાંથી પસાર કરવી પણ નેતૃત્વની એક જવાબદારી હોવી જોઈએ. દરેક દ્રષ્ટિકોણ સાથે વિચારમાં આવેલી નીતિઓ એક સુંદર ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 

આપણે એક દેશના સ્વરૂપમાં પોતાની મેઘાશક્તિનો ઉચિત ઉપયોગ કરી શક્યા નથી. આજે દુનિયામાં ભારત એ મુકામે પહોંચ્યું નથી, જ્યાં તેને હોવું જોઈએ. નોબેલ પુરસ્કાર જીતનારા ભારતીયો આંગળીના વેઢે ગણી શકાય છે. સેલફોને જે રીતે સંદેશાવ્યવહારની પદ્ધતિને બદલી નાખી છે, એ જ પ્રકારના પરિવર્તનની જરૂર છે. ટેલિકોમના ક્ષેત્રમાં આપણે વૈશ્વિક સમાધાનો સ્વીકાયાઁ હતાં. આપણે તેમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. 

ખામી ભરેલી નીતિઓને થીંગડાં મારી-મારીને કામ ચલાવવાને બદલે આપણી દ્રષ્ટિનો વ્યાપ વિસ્તૃત કરવાની જરૂર છે તો જ આપણે એક દેશના સ્વરૂપમાં એ મુકામે પહોંચી શકીશું, જ્યાં આપણે પહોંચવા માટે લાયક છીએ.

સતિષ ઝા, લેખક વરિષ્ઠ પત્રકાર અને ઓએલપીસી ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન છે.






In Hindi


शिक्षा के मानकों: शिक्षकों कैसे अर्हता प्राप्त कर रहे हैं?






रातों रात वह एक शिक्षक, एक व्यक्ति नहीं बन गया है. एक अच्छा शिक्षक, बहुत मुश्किल काम हो, लेकिन यह सबसे जरूरी है कि व्यक्ति को एक बेहतर शिक्षा के क्षेत्र में है.
मैं thingadam नीतियाँ भर दिया है हड़ताली काम की गुंजाइश की बजाय हम एक देश के लिए एक स्टैंड है, जहां हम इसे तक पहुँचने के लिए कर रहे हैं बनाने में सक्षम होने की जरूरत है की हमारी दृष्टि का विस्तार.
खबर पर बहुत कम ध्यान दिया गया है हाल ही में, जब यह शैक्षिक भविष्य ब्याज dekhadanara हर कोई दिलचस्पी होना चाहिए. मानव संसाधन vikasamantrie एक भयंकर रूप से बयान दिया. उन्होंने कहा कि देश के पांच लाख से अधिक 'शिक्षक' एक नौकरी के लिए देख रहे हैं. मैं इस विचार को सुन रहा था कि हमारी सरकार में शामिल अधिकारियों ने कहा कि किसी भी बात शो से पहले कभी नहीं था यह नहीं nikalase के अर्थ के बारे में सोचता है?क़यास पर, देश में शिक्षकों की स्थिति. कई शिक्षकों को जो हमारी जिम्मेदारी बच्चों vicarisum सिखा रहे हैं? उनके साथ एक प्रभावी चर्चा है कि विचार किया जाना है? क्या वे सीखा सही गुणवत्ता मानकों को उचित है? वहाँ कुछ भी वे कर सकते हैं, जो तुम पर गर्व कर सकते हैं? निपुण कुछ है कि व्यक्ति स्वयं नहीं है, कैसे अपने बच्चों bhanavi?
यहाँ कुछ विशेष स्कूलों है कि नहीं कर रहे हैं. अमेरिका में ब्लू rabina के स्कूल है कि हमारे देश के पब्लिक स्कूलों, जहां युवा बच्चों को मुफ्त प्राथमिक शिक्षा प्राप्त करते हैं, लेकिन स्कूलों तब हो सकती है जब एक शिक्षक एक हार्वर्ड पीएचडी निर्माता के रूप में एक ही है. गांव के vapirita पब्लिक स्कूलों की अधिकतम संख्या पर गर्व है कि वे प्रत्येक मानक के लिए एक अलग कमरा है हो सकता है. आम तौर पर, भारतीय ग्रामीण स्कूलों के चार स्तर के साथ एक ही कमरे में चल रहे हैं. Etalam बच्चों के लिए एक शिक्षक से अधिक अध्ययन नहीं आ रहा है.हमारे प्राथमिक शिक्षकों को एक ही स्तर के रूप में वे आमतौर पर darajajana bhanavi छात्रों को कर रहे हैं कुछ कर सकते हैं, लेकिन वे चारों ओर की दुनिया के बारे में सूचित नहीं कर रहे हैं. वे भी अच्छी तरह से कर रहे हैं उन्हें विचार नहीं प्रतिनिधित्व किया. वे देश के साक्षरता अभियान के लिए मददगार साबित हो सकता है, लेकिन असली और दो अलग अलग विभिन्न मदों में शिक्षा साक्षरता.
एक बार एक स्कूल में एक शिक्षक द्वारा एक बड़ी audhyogikagrha है, मैंने देखा है कि छात्रों के तीसरे मानक सिखाया गया पत्र 'क्ष' उच्च 'kave' के रूप में है. मैं जानता था कि बच्चों samajavamam 'क्ष' ले 'क्यू' स्पष्ट करने के लिए की तरह हो, एक बिंदु kave. बुनियादी त्रुटि के लिए जिम्मेदार कौन है? शिक्षक है, जो स्पष्ट sikhavadyum बच्चों गलत था क्या है? अब, कैसे पत्र, सिलेबल्स, और यह भगवान के बच्चों के बाकी जानता है क्या sikhavadyum जाएगा. मुझे पता है कि बात एक गांव शिक्षक है जो सच में विश्वास है, क्योंकि यह सबसे 'शिक्षित' औरत में ही गांव है.
इस तरह हमारी शिक्षा का आधार है. अब कल्पना करो कि यदि हम इस तरह daie अधिक से अधिक पांच लाख शिक्षकों की नियुक्ति, बच्चों को जो 'चरित्र' शिक्षण, कैसे हमारी शिक्षा का स्तर है. सही vatani क्या संभावना है कि इन भावी शिक्षकों की अधिक से अधिक पांच लाख, वर्तमान शिक्षकों योग्य हैं? या जो माना जाता है अर्हता प्राप्त करने के लिए सिखाने के लिए और उन्हें मुझ को शिक्षित उन छात्रों के लिए अपनी योग्यता से कम है?
हमेशा शिक्षक रातोंरात नहीं बन जाता है. इस वर्ष की एक प्रक्रिया है. एक अच्छा शिक्षक, बहुत मुश्किल काम हो, लेकिन यह सबसे जरूरी है कि व्यक्ति को एक बेहतर शिक्षा के क्षेत्र में है. एक अच्छा शिक्षक 65 साल के लिए अगर हम यह गारंटी नहीं दे सकता है कि आने वाले वर्षों है, लेकिन हम क्या कर सकते हैं? जो पल की जरूरत पर विचार किया जाना चाहिए, लेकिन इसके विपरीत में भारत के मुद्दों पर पहले चर्चा. हमारे अधिकारियों द्वारा व्यक्तिगत निर्णय की svarthabharela सार्वजनिक हित के फैसले पर एक सार्वजनिक बहस में हैं, मुद्दे के बारे में सोच नहीं है.
वेबसाइट पर समस्या के निपटान में कुछ नहीं होने वाला नहीं है. यह नीति रचना प्रणाली 'सार्वजनिक हित' से हटा दिया जाएगा. वास्तव में, हम एक kedarani कि नीतियाँ कल मन में कर सकते हैं की जरूरत है. नीतियाँ, सार्वजनिक बहस - ध्यान भी नेतृत्व की जिम्मेदारी पारित करना होगा एक चाहिए है. नीतियों के प्रत्येक के साथ भविष्य के उत्पादन में एक बहुत महत्वपूर्ण भूमिका हो सकता है.
हम अपने meghasaktino उपयुक्त के रूप में देश का उपयोग नहीं कर सकता है. भारत के लिए आज की दुनिया में खड़ा है, जहां यह होना चाहिए नहीं जा रहा है. भारतीय नोबेल पुरस्कार vedhe उंगलियों जीत सकता है. सेलफोन है कि संचार प्रणाली को बदल दिया है, आवश्यक परिवर्तन का एक ही प्रकार के. दूरसंचार क्षेत्र में, हम svikayam वैश्विक बस्तियों थे. हम इसे से सबक लेने की जरूरत है.
मैं thingadam नीतियाँ भर दिया है हड़ताली काम की गुंजाइश की बजाय हम एक देश के लिए एक स्टैंड है, जहां हम इसे तक पहुँचने के लिए कर रहे हैं बनाने में सक्षम होने की जरूरत है की हमारी दृष्टि का विस्तार.
Satisa झा, एक वरिष्ठ और oelapisi फाउंडेशन के अध्यक्ष के पत्रकार और लेखक.